વિરહની વ્યથા
વિરહની વ્યથા
તારા વિના આ ઘર મુજને સૂમસાન લાગે છે,
ઘરની આ દિવાલો મુજને ડરામણી લાગે છે,
તારા વિના આ આંગણ મુજને વેરાન લાગે છે,
આંગણના આ ફૂલો મુજને સૂકાયેલાં લાગે છે,
તારા વિના મારૂં દિલ મુજને પથ્થર જેવું લાગે છે,
મારા દિલની ધડકન પણ મુજને બેતાલી લાગે છે,
તારા વિના આજ મહેફિલ મુજને અધૂરી લાગે છે,
મહેફિલમાં છલકાતી જામ મુજને ફિક્કી લાગે છે,
તારા વિના મારૂં સંગીત હવે મુજને બેસૂરૂં લાગે છે,
"મુરલી" માં તાન છેડુ તો મુજને તે કાતિલ લાગે છે.

