મારો ચહેરો
મારો ચહેરો
તારી સાથે મારી નજરને પણ હું મેળવી શકવાનો નથી,
તારી નજરના તીરથી હું કદી પણ ઘાયલ થવાનો નથી,
સોળે શણગારે આવીશ તો પણ હું આકર્ષાવાનો નથી,
તારા યૌવનના જાદુથી હું કદી પણ હવે ફસાવાનો નથી,
તારા સુંદરતાથી અંજાઈને પણ હું મોહમાં પડવાનો નથી,
તું ડૂબાડવા ભલે ઈચ્છે હું કદી પણ માણી શકવાનો નથી,
મારા પતનના કારણો હું કોઈને પણ કહી શકવાનો નથી,
તું કે હું કોણ જવાબદાર છે તે કદી પણ હું કહેવાનો નથી,
"મુરલી" તું મારો ચહેરો હવે કદી પણ જોઈ શકવાની નથી,
કફનમાંથી મારો ચહેરો હું કદી પણ ઉઠાવી શકવાનો નથી,
