નથી સહેવાતી હવે તન્હાઈ
નથી સહેવાતી હવે તન્હાઈ
થાકી ગયો છું હું તારી વાટ જોઈને,
ગજબની છે તારી આડોડાઈ,
વાયદા કરીને તડપાવે છે તું મુજને,
નથી સહેવાતી હવે આ તન્હાઈ,
સાવનની ઘટામાં બોલાવે છે મુજને,
ક્યાંય દેખાતી નથી સૂરત તારી,
સંતાઈ જઈને તું તરસાવે છે મુજને,
નથી સહેવાતી હવે આ તન્હાઈ,
હું તને ચાહું તું પણ ચાહે છે મુજને,
સમજતી નથી તું લાગણી મારી,
હરપળ યાદ તારી સતાવે છે મુજને,
નથી સહેવાતી હવે આ તન્હાઈ,
પૂનમની રાતમાં સાદ કરૂં છું તુજને,
ચાલ રમીએ આજ રંગતાળી,
"મુરલી" સમાવી લે દિલમાં મુજને,
નથી સહેવાતી હવે આ તન્હાઈ.

