ઓળખવા કેમ એ છે મૂંઝવણ
ઓળખવા કેમ એ છે મૂંઝવણ
હરેક પળે બદલાય છે જીવનના રંગ,
જરૂર મુજબ બદલાય છે માનવીના ઢંગ,
મિત્ર મટી શત્રુ બને, દોસ્ત મટી દુશ્મન બને,
જીવન જેનું અમૃત બનાવ્યું,
એ જ જીવનમાં ઝેર ભરે,
દરેક સમયે બદલાય છે માનવીના રંગ,
કાચિંડો બદલે રંગ, એમ માનવી બદલે ઢંગ,
સહારા ખુદ બેસહારા બનાવે,
વાડ જ ચીભડાં ગળે,
માનવી કોને જઈને કહે !
દરેક પળે બદલે છે માનવી રંગ,
માનવ મટી બને દાનવ,
શ્રવણના રૂપમાં મળે રાવણ
ઓળખવા કેમ એ છે મૂંઝવણ !
