જીવનની સફર
જીવનની સફર
જીવનમાં ઘણીવાર દુઃખની પળો આંસુ વહાવી જાય છે,
દુઃખ સહીને જે આગળ વધે તેનું જીવન સુધરી જાય છે,
જીવનમાં ઘણીવાર સત્યના માર્ગે ચાલતા અપમાન થાય છે,
અપમાન સહીને જે હસતા રહે તેનું જીવન મહેકી જાય છે,
જીવનમાં ઘણીવાર માનવી નફરતનો ભોગ બની જાય છે,
નફરતની આગ પ્રેમથી ઠારે તેની હંમેશા બોલ બાલા થાય છે,
જીવનમાં ઘણીવાર હાથમાં આવેલું કોઈ છીનવી જાય છે,
દરરોજ ઊગતો સૂરજ નવી આશાના કિરણો લઈને આવે છે,
જીવનમાં ઘણીવાર સપનાંઓને સાકાર કરવાનું મન થાય છે,
"મુરલી" ઈશ્ચર ઉપર શ્રદ્ધા રાખે તો જીવનમાં ચમત્કાર થાય છે.
