કોઈની લાગણી સાથે ના રમતા
કોઈની લાગણી સાથે ના રમતા
જીવન એક રમત છે રમી લેજો,
હાર મળે કે જીત ખમી લેજો,
સંતાકૂકડી, ચોર સિપાહી રમી લેજો,
ત્વરિત નિર્ણય શક્તિ વધારી લેજો,
તીરંદાજી, નિશાન બાજી રમી લેજો,
ધ્યેય પ્રાપ્તિ માટે આત્મવિશ્વાસ વિકસાવી લેજો,
પકડા પકડી, ગિલ્લી દંડા, ખો ખો ઊઠક બેઠક રમી લેજો,
શારીરિક વિકાસ કરી લેજો,
કેરમ અને શતરંજ રમી લેજો,
માનસિક વિકાસ દ્રઢ કરી લેજો,
રમત રમતમાં જ્ઞાન વધે,
સારું રમો તો તમારી શાન વધે,
ખૂબ સારું રમો તો દેશનું નામ વધે,
રમી લેજો બધી રમતો તમે જીવનમાં,
પણ કોઈની લાગણી સાથે રમત ના રમતા,
તૂટી જશે એની જીવન પ્રત્યેની મમતા,
ઘટી જશે એની કામ કરવાની ક્ષમતા,
રમતો ભલે રમો,
પણ કોઈની લાગણી સાથે ના રમતા.
