રોજ રોજ સમય બદલાય છે
રોજ રોજ સમય બદલાય છે
રોજ રોજ સમય બદલાય છે,
વસંત આવે ને પાનખર જાય છે,
ઈચ્છાઓ તો સામટી આવી જાય છે,
પૂરી ક્યાં થાય છે, એ તો હૈયે ધરબાય છે,
સુખમાં પણ દુઃખ હાજરી પૂરી જાય છે,
આંસુઓ થકી એનું મૂલ્ય ચૂકવાય છે,
હોય છે આંખોમાં દર્દ અને હોઠ પર હંસી,
પણ જોનારને ક્યાં એની પીડાઓ સમજાય છે !
ખબર નહીં દરેક રસ્તે આ દુઃખ સામું મળે છે,
શોધ્યે પણ જડતું નથી, કોણ જાણે આ સુખ ક્યાં સંતાય છે !
ખબર છે પ્રેમમાં મળે છે હંમેશા દર્દ અને પીડા,
પણ ચડ્યા પ્રેમના રસ્તા પર, તો ત્યાંથી ક્યાં પાછું વળાય છે !
