આંખોની જેલ તોડી અશ્રુ ભાગ્યું
આંખોની જેલ તોડી અશ્રુ ભાગ્યું
હૈયું તૂટ્યુંને આંખેથી અશ્રુ સરયૂ,
ના કોઈ મારું જોયેલું સપનું ફળ્યું.
ના કોઈ મારું પોતાનું મળ્યું,
એજ દુઃખમાં આંખેથી અશ્રુ ખર્યું.
મીઠી વાણી છતાં ના કોઈ હૈયું ગળ્યું,
મીઠી લાગણી આપી,છતાં ના કોઈ મારું થયું.
એટલેજ આ આંખેથી ઝરણું વહ્યું,
ગમતિલું ના કોઈ મારું થયું.
એટલે જ હોઠે કોઈ ગીત ના ચડ્યું,
ના મને મારું કોઈ પોતાનું જડ્યું,
એટલે જ આ અશ્રુ મહેમાન બની આવી ચડ્યું.
તલવાર બની કોઈનું મેણું વાગ્યું,
એટલે જ આ મારું હૈયું રડ્યું,
આ આંખોની જેલ તોડી આ આંસુ ભાગ્યું.
