કેમ ભૂલાવું?
કેમ ભૂલાવું?
બોલ કેમ કરીને હું તને ભૂલાવું,
પ્રેમ કર્યો છે કેમ તને સમજાવું?
હૈયે સમાવી છે હજુ મેં તને જ,
એ જગ્યા એ હવે કોને વસાવું?
જતી રહી તું જીવનમાંથી મારા,
બોલ કઈ રીતે હું તને પાછી લાવું?
ચાલી રહ્યો છું હજુ એ જ રસ્તે,
બોલ હું તને મંઝિલ કેમ બનાવું?
સંબંધની ખાતરી તો આપી છે મેં,
એકલે હાથે હવે કેમ કરી નિભાવું?