પ્રદૂષણનું દૂષણ
પ્રદૂષણનું દૂષણ


માનવજાત પ્રદૂષણ થકી કરે કુદરતનો વિનાશ છે
વિકાસના નામે ફેલાવ્યો કેવો આ ગોઝારો નાશ છે
ખૂબ મોંઘો પડી રહ્યો છે કુદરત તણો આ ઉપહાસ
કોરોના જેવા વાઇરસ પણ પ્રદૂષણની આડપેદાશ છે
જમીન, પાણી અને અભડાવ્યા આપણે આકાશ છે
જગ્યા કોઇ બાકી નથી રાખી, બધી જગ્યાએ પ્રદૂષણનો ત્રાસ છે
ખૂબ મોંઘો પડી રહ્યો છે કુદરત તણો આ ઉપહાસ
ઇતિહાસમાંથી માણસ કશું શીખતો નથી, એવો ઇતિહાસ છે
વિકાસના નામે આપણે કેવો માંડયો આ વિલાસ છે
આ છે કેવો વિકાસ? રૂંધાય સહુના શ્વાસોશ્વાસ છે
ખૂબ મોંઘો પડી રહ્યો છે કુદરત તણો આ ઉપહાસ
રૂઠી છે કુદરત અને ભગવાન પણ સહુથી ઉદાસ છે.