ઓ ઈશ્વર
ઓ ઈશ્વર


એ ભગવાન બધાં જ અંતર્ધ્યાન થઈ ગયા છે,
અને માનવ આંસુમાં ડૂબી મહામારીમાં ફસાઈ ગયા છે.
એ ઈશ્વર કાન દઈને સાંભળ માનવની વ્યથા ગૂંજે છે,
મૂંગા બધાય પડઘા ચીસો બની સહમી ગયા છે.
ચિરાગ બનીને જેઓ રોશન કરતાં હતાં ઘરને,
મૃતપ્રાય સાવ એવો દીવો બની ગયા છે.
જીવન વીતી રહ્યું છે એવી રીતે હવે તો ચાર દિવાલોમાં,
જાણે કારાગૃહમાં નજરકેદ સૌ બની ગયા છે.