ભૃણહત્યા
ભૃણહત્યા
ભૃણહત્યા તો સમાજ પર એક કલંક સમાન છે,
નારીના ત્યાગનું મૂલ્ય કેવળ શૂન્ય એનું આ પ્રમાણ છે
સદીઓથી નારીની અવહેલના થતી આવી છે,
તેના સન્માનને સ્થાને મૂર્ખ ગણી ધિક્કારી છે
નારીનાં મૌનને કાયરતા ગણી છે,
અત્યાચારોની સર્વ સમાજે સીમાં ઓળંગી છે
ક્યાં સુધી આમ નારીને અબળા ગણી અત્યાચાર થાશે?
શું ક્યારેય તેને દેવી સમજી માન અપાશે?