અમારે તો
અમારે તો


અમારે તો ભાગે આવી આહ, તમારે લહેર છે,
તમારે તો એમાય હશે હાશ ને લીલાં લહેર છે.
હવે તો સાચી ભાવનાઓથી પણ થરથર હું કાંપુ છું,
દીધી છે દુનિયા એ એટલી દાહ પણ તમારે તો લહેર છે.
પ્રસંગોને ગાળીને બધાં જહેર પી ગઈ છું,
પછી અપજશની આહ મળી પણ તમારે તો લહેર છે.
પોતાનાએ જેટલો સાથ આપ્યો નહીં એ ભૂલી નથી,
પડછાયાએ આપ્યો સરેરાહ સાથ, પણ તમારે લહેર છે.
પગથિયાં બન્યા હતા એ સફળ બની ભૂલી ગયા છે,
અને થઈ પથ્થર ઊભી રાહ જોતી, બાકી તમારે લહેર છે.
છેલ્લાં જ શ્વાસે ઊભી આશા એ દિલની વ્યથા છૂપાવી છે,
એને અફવા ગણીને હાંસી ઉડાવે છે, બાકી તમારે લહેર છે.