Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

manoj chokhawala

Tragedy Inspirational

3  

manoj chokhawala

Tragedy Inspirational

નહીં તો ના બને આવું પ્રભુ !

નહીં તો ના બને આવું પ્રભુ !

1 min
11.8K


સતત વિકસતું મારું આ નગર આજે બન્યું શાંત;

એમાં પણ તારી કોઈ અભિલાષા હશે વિભુ !

નહીં તો કદાપિ ના બને આવું મારા પ્રભુ.


સતત ધબકતી મારી આ શાળા આજે બની શાંત;

એમાં પણ તારી કોઈ અભિલાષા હશે વિભુ !

નહીં તો કદાપિ ના બને આવું મારા પ્રભુ.


સતત ધમધમતું મારું આ બજાર આજે બન્યું શાંત;

એમાં પણ તારી કોઈ અભિલાષા હશે વિભુ !

નહીં તો કદાપિ ના બને આવું મારા પ્રભુ.


સતત ખિલખિલાટ કરતો મારો આ બગીચો આજે બન્યો શાંત;

એમાં પણ તારી કોઈ અભિલાષા હશે વિભુ !

નહીં તો કદાપિ ના બને આવું મારા પ્રભુ.


સતત ભાગમભાગ કરતો મારો આ સમુદાય આજે બન્યો શાંત;

એમાં પણ તારી કોઈ અભિલાષા હશે વિભુ !

નહીં તો કદાપિ ના બને આવું મારા પ્રભુ.


સતત મનોરંજન કરતી મારી આ ટી.વી.ની દુનિયા આજે બની શાંત;

એમાં પણ તારી કોઈ અભિલાષા હશે વિભુ !

નહીં તો કદાપિ ના બને આવું મારા પ્રભુ.


સતત ફરતું મારા દેશનું પ્રગતિ ચક્ર આજે બન્યું શાંત;

એમાં પણ તારી કોઈ અભિલાષા હશે વિભુ !

નહીં તો કદાપિ ના બને આવું મારા પ્રભુ.


સતત સફળતા ઝંખતો આ વિશ્વ માનવ આજે બન્યો શાંત;

એમાં પણ તારી કોઈ અભિલાષા હશે વિભુ !

નહીં તો કદાપિ ના બને આવું મારા પ્રભુ.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy