સશક્ત નારી
સશક્ત નારી


હોય રમતનું મેદાન કે ગગન;
પુરુષ સમી સફળ છે નારી,
હોય પશુપાલન કે શિક્ષણ;
પુરુષ સમી સફળ છે નારી,
હોય ચંદ્રયાન કે સુપરસૉનિક;
પુરુષ સમી સફળ છે નારી,
હોય રાજનીતિ કે દેશસેવા;
પુરુષ સમી સફળ છે નારી,
હોય જનની કે સહધર્મચારિણી;
પુરુષ સમી સફળ છે નારી,
હોય કર્મ, ધર્મ કે ન્યાય પ્રીતિ;
પુરુષ સમી સફળ છે નારી.