STORYMIRROR

Manojkumar Sevantilal Chokhawala

Others

3  

Manojkumar Sevantilal Chokhawala

Others

એમ મેં ફોટા નથી પાડ્યા

એમ મેં ફોટા નથી પાડ્યા

1 min
146


છોડ સાથે કંઈ એમ મેં ફોટા નથી પાડ્યા,

જાત ઘસી ઘસીને, છોડવા મેં મોટા કર્યા,


પૂછો એ તરુઓને કેટલાંય મેં ઉજાગરા કર્યા ? 

વૃદ્ધિ કાજે તરુની નિજ તન કેટલાંય મેલાં કર્યા ?


છતાંય ન પરવા મેં આ જગની નવ કાને ધરી,

નિજ સ્વજનોએ, પથ પર ચાદર કાંટાળી ભરી, 


હૈયામાં બસ એક જ હામ રે મેં આ ધરી;

પ્રકૃતિ જ મુજ તારણહાર એ સ્મૃતિ મેં ભરી,


છોડ સાથે કંઈ એમ મેં ફોટા નથી પાડ્યા,

પોતાના એ જ આપેલા ઘા હૃદયમાં ધર્યા.


Rate this content
Log in