અમૃતવાણી
અમૃતવાણી


શાળા મારી લોકનિકેતન;
વહે જયાં જ્ઞાનની સરવાણી,
મૂલ્ય ને વ્યક્તિત્વ વિકાસ;
એ જ એક માત્ર અમૃતવાણી,
વિદ્યાર્થી સરસ્વતી ઉપાસક બની;
શબ્દોનું સૌંદર્ય એ જ સાહિત્યવાણી,
કાલાન્તરોની સૃષ્ટિની અનુભૂતિ કરાવે;
શબ્દસાધનાની જ્યોત એ પ્રગટાવે,
શાળા મારી લોકનિકેતન;
વહે જયાં જ્ઞાનની સરવાણી.