માસ્તર તો બની જુઓ
માસ્તર તો બની જુઓ


માસ્ટર તો સહુ કોઈ બને પણ;
એકવાર માસ્તર તો બની જુઓ !
શિક્ષક તો સહુ કોઈ બને પણ;
એકવાર મૂછાળી મા તો બની જુઓ !
પુસ્તકના પાઠ તો સહુ કોઈ શીખવે પણ;
કેળવણીના પાઠ તો શીખવી જુઓ !
મનોરંજન તો સહુ કોઈ શીખવે પણ;
શિસ્તના પાઠ તો શીખવી જુઓ !
ફેશન તો સહુ કોઈ શીખવે પણ;
સંસ્કૃતિનો બોધ તો શીખવી જુઓ !