STORYMIRROR

Manojkumar Sevantilal Chokhawala

Inspirational

4  

Manojkumar Sevantilal Chokhawala

Inspirational

નભે તિરંગો

નભે તિરંગો

1 min
368


વીરોના બલિદાનોની યશગાથા છે તિરંગો;

કસુંબલ શૌર્યની પરાક્રમ ગાથા છે તિરંગો,


ગંગા, ગોદાવરીનું સ્વાભિમાન છે તિરંગો;

શ્વેત, હરિયાળી ક્રાંતિનું પ્રતીક છે તિરંગો,


ખાદી, સત્યાગ્રહને અહિંસાનું રૂપ છે તિરંગો;

ગાંધી, સરદારનું અખંડ ભારત છે તિરંગો, 


અવકાશે ચંદ્રયાન એ જ તો સશક્ત તિરંગો;

યુવા સામર્થ્ય શક્તિનું વૈદિક કેન્દ્ર છે તિરંગો,


'સ્નેહી' ની અદ્મ્ય વિચારધારા છે તિરંગો;

જન જન રુદિયામાં વસે છે તિરંગો, 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational