કુદરતી ઘટના
કુદરતી ઘટના

1 min

426
સવારે સૂર્યોદય હોય છે તો સાંજે સૂર્યાસ્ત હોય છે;
જીવનચક્રમાં તો દરરોજ કુદરતી ઘટના હોય છે.
ક્યારેક વસંતનાં વધામણા તો ક્યારેક પાનખરના ઝખમ હોય છે;
જીવનચક્રમાં તો દરરોજ કુદરતી ઘટના હોય છે.
સમંદરમાં ક્યારેક ભરતી હોય છે, તો ક્યારેક ઓટ હોય છે;
જીવનચક્રમાં તો દરરોજ કુદરતી ઘટના હોય છે.
ક્યારેક પુસ્તકરૂપે પરીક્ષા હોય છે તો ક્યારેક જીવનરૂપે પરીક્ષા હોય છે;
જીવનચક્રમાં તો દરરોજ કુદરતી ઘટના હોય છે.
ક્યારેક ક્રોધ અને ઈર્ષા હોય છે તો ક્યારેક દયા અને કરુણા હોય છે;
જીવનચક્ર માં તો દરરોજ કુદરતી ઘટના હોય છે.