સાંકળ
સાંકળ


કોરોના એ બાંધી છે સાંકળ
વસુંધરા થઇ છે બેબાકળ.
વરસાવ્યો છે કહેર ભૂમિતળ.
વધતો વેગ સંક્રમણનો ધડાધડ.
જ્ઞાની વિજ્ઞાની શોધવા મથતા.
સૂઝે ઉપાય કોઈ ફટાફટ.
માનવે તોડી માનવ સાંકળ.
રહે છે દૂર બચાવ ખાતર.
કરજે મહેર ઈશ્વર અમ પર.
કરશું શપથ ના થાય અતિક્રમણ.
તો બચશે માનવ જીવન ને બચશે
આ વસુંધરા બેબાકળ.