દુઃખી ભારતીય
દુઃખી ભારતીય
1 min
12K
માનવતા મૂકી કોરાણે,
શેતાન છવાઈ ગયો છે,
આપણા જ રક્ષકો ઉપર,
તેજાબ ઢોળાઇ રહ્યો છે,
શિક્ષણની સંસ્થાનો પણ,
દુરૂપયોગ થઇ રહ્યો છે,
સંસ્કારની ભૂમિ પર,
કાવતરા થઈ રહ્યા છે,
અભિવ્યક્તિના નામે,
કંઇક ના હક્ક છીનવાઈ રહ્યા છે,
આ બધું જોઇને,
સાચો ભારતીય દુઃખી થઈ રહ્યો છે,
માનવ માનવ મટી ને,
શયતાન બની રહ્યો છે,
માનવ માનવ મટી ને,
શયતાન બની રહ્યો છે.