પ્રેમનો એકરાર
પ્રેમનો એકરાર
"પ્રેમનો એકરાર"
એક વાર કરી દે પ્રેમનો એકરાર
તું આવી છે ગોગલ્સ પહેરીને
ગોગલ્સમાં જોઈને થાય છે મને
કેમ આવી છે ચશ્મા પહેરીને?
તારા મનના વિચારો નથી જાણતો
કારણ, આવી છે તું ગોગલ્સ પહેરીને
નંબરના ચશ્મા પહેર્યા છે મેં તો
તું આવી છે ગોગલ્સ પહેરીને
તારી આંખોમાં ભોળપણ ભાળતો
સારું થયું, આવી છે ગોગલ્સ પહેરીને
કાલે કરતી હતી પ્રેમનો એકરાર
આજે નકારવા આવી છે ગોગલ્સ પહેરીને!
હાવભાવ જોઈને લાગે છે મને
બ્રેક અપ કરવા આવી છે ગોગલ્સ પહેરીને
માનવીના પ્રેમનો એકરાર જાણવા
આવો તમે પ્રેમના ચશ્મા પહેરીને
- કૌશિક દવે