રણમાં વાદળ
રણમાં વાદળ
દૂર દૂર સુધી દેખાય રણ
ના દેખાય કોઈ એક વાદળ
આકરાં તાપ વચ્ચે જીવન ચાલતું
છતાં સહન કરી ગુજરાત ચાલતું
એક મીટ ગગનમાં જુવે છે રાણા
કાશ આવી જાય જો એકાદ વાદળા
પિયર ગયેલી પત્નીની રાહ જોઈ
થાકીને જુવે એક વાદળની રાહ
આંખો પણ થાકી, કામ કરી થાક્યો
એકલો એકલો રાહ જોઈ થાક્યો
ના કોઈ વાવડ,બસ એક આશા
પડે જો વર્ષા, નહીં મળે નિરાશા
દેખાઈ એક વાદળી, મળી એને આંખડી
આંખોમાં ચમક ને ,કરે મૂછોને વળ
એટલામાં દોડતો દોડતો આવ્યો એક છોકરો
ભાભીસા આયે,ભાભીસા આયે,
સાથ મેં નન્હે બચ્ચે કો લાયે
સુનકર આયે ઉમડ ઘુમડ કર બાદલ
દૌડકર રાણા મિલને કો આતુર
છોકરો આવ્યો,ભાભી'સા ને લાવ્યો
બહાર પડી બારિશ, ઘરમાં આનંદ લાયો
મુન્નાની હંસી, બાઈ સા ભી હંસી
રાણાને દેખા, બારિશ મેં દૌડા
રણમાં વાદળ ને વરસાદના છાંટા
બારિશ મૌસમમાં, ખુશીના છે છાંટા
