પરમાણું ભય
પરમાણું ભય
વારંવાર ધમકી અને યુદ્ધનો છે ભય,
તક મળે તો ફોડી દે એ પરમાણુંનો ભય.
વધુ પડતી મહત્વકાંક્ષા ને ઝનૂન છે સવાર,
નિર્દોષના જાન સાથે,થાય છે રમત યહાં.
રશિયા અને અમેરિકા વચ્ચે પિસાઈ રહી છે દુનિયા,
વિશ્વ સત્તા હાંસલ કરવા દોડી રહી છે દુનિયા.
એક નબળી ઘડી ને ઘડી ભરનો વિચાર નહિ,
તક આવે હુમલો કરી ફોડી દેશે પરમાણું બોમ્બ.
કદાચ ને માયા સંસ્કૃતિ આવી રીતે નષ્ટ થઈ હશે ?
મોહેંજો દડોની હાલત પણ એવી બની હશે ?
આજ પણ મળે છે પરમાણું રજના અંશો,
પરમાણું વિકિરણોથી ગ્રસ્ત હતી એના રહ્યા અંશો.
નહીં સુધરે આ માનવ જગત, ઝનૂન સવાર એના મનમાં,
કટ્ટરવાદ ને સત્તા હાંસલ, બની ગયું છે ધ્યેય એનું.
કદાચ એટલે દેવ દાનવો નું સમુદ્ર મંથન થયું હશે !
ફરીથી આપણે તૈયાર થવાનું છે મનોમંથન કરવા માટે !
નથી કોઈ ઉપાય પરમાણું હથિયારનો ?
વિનાશના માર્ગે દોડી રહ્યા છીએ આપણે.
