ધીરે ધીરે વરસાદ
ધીરે ધીરે વરસાદ
"ધીરે ધીરે વરસાદ"
ના વાદળ ના વિજળી ચમકી
છતાં પડે છે અમી છાંટા
વરસાદના છાંટા
જોયું આકાશે દોડતું આવતું
એક એક વાદળ
અમે જોયું એક એક વાદળ
હાશ થઈ મને પડશે વરસાદ
ગરમીમાં મળશે રાહત
અમને ગરમીમાં મળશે રાહત
કાગળ લઈને ઉભો બાલ્કનીમાં
લખવાને એક કવિતા
વર્ષાની એક કવિતા
આવ્યો પવન એવો જોરદાર
પડી ગઈ મારી પેન, ઉડી ગયો કાગળ
હવામાં ઉડી ગયો કાગળ
મને થયું કંઈ વાંધો નથી
પડશે હવે વરસાદ,
હવે પડશે વરસાદ
એવામાં વીજળીના ચમકારા
પડતો રહ્યો વરસાદ,
પડતો થયો વરસાદ
અમે જોઈને ખુશ થાતાં,
ધીરો ધીરો વરસાદ
પડતો ધીરે ધીરે વરસાદ
- કૌશિક દવે