કોલેજનું વિશ્વ
કોલેજનું વિશ્વ
કોલેજનું વિશ્વ
યાદ આવે ભાઈ યાદ આવે
કોલેજનું વિશ્વ યાદ આવે
સીધા સાદા અમે હતા
દોસ્તોની વાદે બગડતા તા
દોસ્તો કહે ફરતા રહેવાનું
છતાં ક્લાસમાં જતા રહેવાનું
શરૂ શરૂમાં ક્લાસમાં જતા હતા
બીજા વર્ષે બંક મારતા હતા
અમે કોલેજ મોડા જતા હતા
ભણવાની સાથે મોજ કરતા હતા
દરરોજ લાયબ્રેરીમાં જતાં હતા
કોઈ દેખાય નહીં તો ફરતા હતા
છેલ્લે છેલ્લે મહેનત કરતા હતા
અને ફર્સ્ટ ક્લાસ પાસ થતાં હતાં
કોઈ કહે કે રખડતા હતા
પાસ કેવી રીતે થતાં હતાં
પપ્પા એથી ધમકાવતા હતા
મૌન રહીને મહેનત કરતા હતા
કેટકેટલા અનુભવે શીખતા હતા
જીંદગીમાં કંઈક શીખતા હોતા
કોલેજનું ભણતર કામ ના આવ્યું
જીંદગીમાં કોમર્સ કામ ના લાગ્યું
જીવનમાં અનુભવ કામ આવ્યો
અનુભવે શીખવાનું મળ્યું
મસ્તી કરો પણ ભણતાં રહેજો
માબાપને ખુશ રાખતા શીખજો
વિશ્વ પણ એક કોલેજ છે
આપણે નવા કોલેજિયન છીએ
વિશ્વની શાંતિ જાળવાઈ રહે
એ પ્રમાણે જીવન જીવતા રહીએ
- કૌશિક દવે