પ્રિય સાથે મિલન
પ્રિય સાથે મિલન
રંગબેરંગી છાંટમાં દેખાય જુના મકાન
રાજસ્થાની ગામડાંનો અનોખો દેખાવ
દેખાય છે દૂરથી, રેતીનું છે રણ
રણનું સૌદર્ય માણે,સ્થાનિક જન
રણમાં વાતો વાયરો દિવસે ગરમ
રાત્રી ટાણે લાગતો ઠંડો ઠંડો પવન
સંધ્યા ટાણે એક નારી આંગણે ઉભી
ઘરનું આંગણું સજાવ્યું જોઈ રહી'તી વાટ
આંખોમાં કંઈક અરમાન, કરે દૂર નજર
નથી દેખાતો પ્રિતમ, આંગણે દેખાયો મોર
આંગણે દેખાયો મોર, ગગનમાં જુવે
વાદળી જોઈને મોર,ટેહુક ટેહુક કરે
આ જોઈને નારી, આનંદમાં આવી
ગાવા બેઠી ગીત,મોર નૃત્ય કરે
એક જોરથી આંધી ને ઉડતી રહેતી રેતી
મોર ઉત્સાહમાં, ઠેકડા મારી ઉડે
વાદળી એ મહેર કરી, વાદળો ખેંચી લાવી
ધીરે ધીરે ચાલતા વાદળો,નારી ફોટુ ખીંચે
મોર કરે થનગનાટ,નારી ઝૂલા ઝૂલે
ચહેરા પરનું નૂર જોઈને, વાદળો પણ વરસે
દૂરથી દેખાયો એક નર, વર્ષામાં નારી પલળે
આનંદમાં આવી નારી ને, ભીના અંગે મલકે
રણમાં વાદળ ના દેખાય,ચોમાસું ક્યાંથી હોય?
પ્રિતમના આવવા ટાણે જ આવું ચોમાસું દેખાય!
ગરજતાં વાદળો ને વીજળીનો ચમકારો
દોડતો આવ્યો સાજન, વાદળો જોરથી વરસે
ભીના ભીના સાજન અને ભીનાં અંગે સજની
ફરીથી એકવાર સજની સાથે સાજન નૃત્ય કરે
પ્રિય મરુભૂમિ ને જોવા, એક વખત આવો
રણનું સૌદર્ય માણે,એ મારવાડને ખૂબ જાણે