એક માની વ્યથા (કરુણસત્ય)
એક માની વ્યથા (કરુણસત્ય)


ઉદરમાં હતો ત્યારે હતી પીડા કેટલી, વ્યથા કોને કહું?
'જૂદી જ રહેજે' બોલ્યો ન હતી તેટલી, વ્યથા કોને કહું?
આ ઉંમરે ક્યાં જાઉં? ક્યાં રહું? ન વિચાર્યું એક ઘળી?
એને પૂછો તો ખરા...
ઘરે ઘરે વાસણ ઉતક્તી ને ભટકતી, વ્યથા કોને કહું?
'મારો લાલો કાલે મોટો થશે.' વિચારતી, વ્યથા કોને કહું?
'મારો ખૂન' મારો ન રહ્યો કોણે કરી હશે સળી?
એને પૂછો તો ખરા...
દિલ રહ્યો દિકરા પાસે ને હું છું દૂર, વ્યથા કોને કહું?
અહીં હું મૂંઝાતી હું છું મજબૂર, વ્યથા કોને કહું?
ક્યાં ગુનાની આ કાળજું કાતરતી સજા મળી?
એને પૂછો તો ખરા...
'યાદ કર દિકરા કેવો મને વ્હાલો તું', વ્યથા કોને કહું?
'એક વખત યાદ ન આવી મમતા શું?' વ્યથા કોને કહું?
તેને સુખી રાખજે નાથ મેં તો જિંદગી નાખી ગાળી.