માની પ્રભાવ કથા
માની પ્રભાવ કથા
1 min
23.6K
ફૂલોએ કેમ જાણી હશે માંની પ્રભાવ કથા?
મેં તો હજી બાગમાં વાત કરી નથી.
દેવો એ કેમ જાણી હશે માંની પ્રભાવ કથા?
મેં તો હજી મંદિરમાં વાત કરી નથી.
સિતારાઓએ કેમ જાણી હશે માંની પ્રભાવ કથા?
મેં તો ગગનમાં હજી વાત પસારી નથી.
સાગરએ કેમ જાણી હશે માંની પ્રભાવ કથા?
મેં સાગર-સ્કંધ ઘૂઘવાતા પવનમાં વાત કરી નથી.
સૃષ્ટિએ કેમ જાણી હશે માંની પ્રભાવ કથા?
'જયેશ' સંસ્કારોની વાત તો હજી કરી નથી.
