Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Mrugtrushna Tarang

Tragedy Crime Thriller

3.9  

Mrugtrushna Tarang

Tragedy Crime Thriller

કલંકનું તિલક

કલંકનું તિલક

2 mins
367


પડખું ફેરવવામાં ય પડતી કેટલીય તકલીફ,

તોયે હસતે મુખે ઝીલતી એ એકલી મુશ્કેલી..


ઉદરમાં એનાં ય એક શ્વસી રહ્યો'તો શરીફ,

વણમાંગ્યો દોડતો આવ્યો'તો ઈ નપુંસક હરીફ...


પહેલવહેલું થ્યું'તું અંગરખું જ્યારે લાલચટક,

ગભરામણમાં ભૂલી'તી એ ચાલ એની લટકમટક..


મચકોડી મ્હોં સૌ છેટા ય ખસ્યા'તા એનાંથી ત્રણ દિવસ,

હડસેલી દેતા'તા થાળી ને પ્યાલો, ને કહેતાં 'જમ ભૂખડીબારસ'.


બીજી મોકાણે તો એણે પકડી જ લીધી'તી બોચી,

ને બાંધ્યા'તા બંને કાંડા બે વાંકાચૂકા પલંગે ખોંચી..


આઠ વરહની કુમળી વયે પડ્યાં'તા ઉઝરડાં કૈંક,

ઘરનો જ ભેદી બન્યો'તો વેરી માઁનાં વાંકે છેક,


પેટીકોટ ફાડી માર્યો ઢોર માર, કેમ ભૂલી ભાન

અબોધ બાળકી ન જાણી શકી એની ભૂલનું નામ...


ચૌદે આવી કુમળી વય, બીજો થ્યો ઊભો વેરી,

ભૈ થૈ ફાડ્યો લિરો બેશર્મીની હદે વટાવી દેરી,


ઘીન્નાતી એ કળી ખુદના નસીબ પર, છતે માબાપે,

ટ્યુશન માસ્તરે પણ કર્યો હાથ સાફ, ચોકે પોકાર્યું પાપે..


મર્જી વગર સેવે જે પડખું, પતિ હો કે હો પ્રેમી,

'ના' નો ભાવ ન સમજે એ, ઢોર જ છે, માણસ નહીં...


દસ્તક દીધા વગર જેણે ઉદરે લીધો આશરો,

એ જીવનો શો દોષ, પાપ કર્યું એ ભોગવે દેશવટો..


પણ, હાય રે પુરુષપ્રધાન સમાજ, સ્ત્રી જ ઠરી દોષી..

જીવ હત્યાનું પાપ પણ એને શિરે જ બેસાડયું ઠોકી..


અગનપીછોડો ઓઢી દોડી એ બિન બ્યાહી માઁ,

શિક્ષણનું ભાથું બાંધી બીજ એ ઉછેરવા લાગી માઁ...


વાંક એ નિર્દોષ જીવનો ક્યાંથી ! જે એને ઉદરે હતું બેઠું..

એનું સંગોપન કરી જીવનદાન એ દેશે જ, નક્કી એણે એવું કર્યું..


સૂકો રોટલો કોળિયો કરી સિત્તેર વેળાએ ચાવતી,

મ્હોંની લાળ ભેળવી ઘી સમજી ગળી એ જતી..


પેટ રહે જો ભૂખ્યું, મન મનાવી લેતી, પણ,

ઉદર ખાલી ન રાખતી કદીયે, જીવ ને આપતી કણ...


દિ ઊગતો ને આથમતો ત્યાં હસતાં મુખે રહેતી,

ઉદરમાંનો જીવ હસવું ન ભૂલે, એવું એ કહેતી..


માતૃત્વનું સુખ એ પણ માણતી, છો બળજબરીથી મળ્યું'તું.

ભાગવત વાંચતી ને સાંભળતી સંસ્કરણ રામકૃષ્ણ પરમહંસનું..


દિ પર દિ ઉગ્યા, આથમ્યા ય ફરી ફરી એક પછી એક,

ઉબકાઓ ય આવ્યાં, જમવાનું ખાટે ઓડકારે નીકળતું ય છેક..


પણ, હિંમત ન હારી ઈ માવલડીએ આજે નૈં ને કાલે..

શિક્ષક બની નોકરી કરી ઉદર મોટા થવાની જોઈ રહેતી કમાલે ય..


આસપડોસનાં મચકોડી મ્હોં, વળતી ગાળો ય ભાંડતા,

આંખ આડા કાન કરી, નવતલ જીવ સંગ કરતી વાર્તા..


નિકટ આવી એ ક્ષણ.. કણસવા લાગી એ માવતર..

દવાખાને લૈ જવા કોઈ ન આવ્યું વ્હારે.. કે ગૈ એકલી એ માવતર..


સમય રહેતા જણ્યું માવતરે એક રૂપાળું સુંદર રમકડું,

ત્રણ દિવસે રજા મેળવી માવતર આવી ઘરમાં લઈને એ છમકલું..


કિલકારીઓ એની સાંભળી ન રહી શક્યાં છેટા પાડોશી અમથાં..

વાંકડિયા વાળમાં ગુંથી અંબોડી, કૃષ્ણાને સો લળી લળી રમાડતાં..


કૂખે કરતી મસ્તી હવે કૃષ્ણાની બહારે આવીને ય લાગી વધવા...

દેવકી પાસે ફરિયાદ લૈ કોઈ ન આવતું, ખુદ જ કરી દેતાં રફાદફા..


થૈ ગૈ'તી સહુની લાડકવાયી કૃષ્ણા નટખટ નખરાળી,

નામ મળ્યું હવે એને હક્કનું આજે કૃષ્ણા દેવલ શ્રીધરાણી..


શિક્ષક માવતરની શાખ વધારતી થૈ ગૈ જુઓ કૃષ્ણા નૉટી..

ડૉકટરેટ થૈ પંકાઈ રહી જગભરમાં કૉરોનાની રસી શોધી મસમોટી..


કૉરોનાને ભગાવી દૂરસુદૂર ચાઈનાને શીખવી સબક, જુઓ પાછી ફરી દેશ..

માવતરનું કરી ઉજળું નામ, કલંક મિટાવી, 

ઝંડો લહેરાવતી રહી વિદેશ..


ધન્ય તને ઓ દીકરી, વંદન એ જનની માતને,

કલંક ને ઉજાળી બનાવ્યું તિલક શિરે ચઢાવ્યું ભારતને..!


Rate this content
Log in