STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Crime Inspirational Thriller

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Crime Inspirational Thriller

પ્રેમ પુષ્પોની પથારી

પ્રેમ પુષ્પોની પથારી

1 min
28.5K


ગરુડની વિશાળ પાંખો જો મને મળી જાય,

તો આકાશ ઉડીને સૂરજનો પડછાયો શોધું,

ને સંજયની દિવ્યદષ્ટિ વાળી મળે જો આંખો,

તો રેલાઈને ફેલાતા પ્રકાશની છાયાઓ શોધું,


ને રામ બની અવતરું ફરી જો આ કળિમાં,

તો ધનુષ ને બદલે જુઠી મર્યાદાઓ તોડું,

ત્યારે સીતાને થયેલા હળાહળ અન્યાયનું,

પ્રથમ તો પાકું પ્રાયશ્ચિત શોધીને જ જંપું,


ધર્મરાજનો તાજ કૃષ્ણ કહે તોય ન સ્વીકારું,

ને કદાચ સ્વીકારું તો જુગટું તો ન જ રમું,

ને દાવમાં મુકાતી આજની આ દ્રૌપદીઓને,

દાવમાં મુકાવાનું સદંતર બંધ જ કરાવું,


પયગંબર બની તલવારનો તો ત્યાગ જ કરું,

ને અહિંસા મહાન મહાવીરની અખત્યાર કરું,

બુદ્ધની કરુણાનું વાદળ બની એવો વરસી પડું,

કે શાંતિસંદેશ સમજાવીને ત્રાસવાદ અટકાવું,


ભીષ્મ થઇ બાણશય્યા મળે એવી ભીષણ ને,

ભારે પ્રતિજ્ઞા તો ભૂલ ચૂકથીયે ન જ કરું,

હવે તો "પરમ" પ્રણય નો પંથ પસંદ કરીને,

"પાગલ" થઈને પ્રેમ પુષ્પોની પથારી શોધું.


Rate this content
Log in

Similar gujarati poem from Crime