STORYMIRROR

Kaushik Dave

Romance Tragedy Crime

4  

Kaushik Dave

Romance Tragedy Crime

પ્રેમની જીત

પ્રેમની જીત

1 min
486

ચાલો આજે એક પ્રેમની વાત થઈ જાય,

શૂન્યથી એની શરૂઆત થઈ જાય,


બે પ્રેમીઓના દિલની વાત થઈ જાય,

નજરોથી નજર એમની વાત થઈ જાય,


એકાંત રસ્તે એમનું મિલન થઈ જાય,

દિલના રસ્તે પ્રેમની શરૂઆત થઈ જાય,


જોતજોતામાં પ્રેમમાં પાગલ થઈ જાય,

પ્રેમીઓની ધડકનની વાત થઈ જાય,


એક દિવસ આવારા લોફર મળી જાય,

લડાઈ ઝઘડામાં પ્રેમીનું ખૂન થઈ જાય,


આ જોઈને પ્રેમિકાનું દિલ તૂટી જાય,

પોલીસ આવીને લોફરને પકડી જાય,


હ્રદયભગ્ન પ્રેમિકા રોજ એ સ્થળે આવી જાય,

પોતાના દિલની વાતો કરી, યાદ કરી જાય,


એક દિવસ ફરીથી એક લોફર મળી જાય,

એકલી જોઈને પ્રેમિકાની છેડછાડ કરી જાય,


અચાનક એક કાળો પડછાયો દેખાતો જાય,

પ્રેમિકા એના પ્રેમીને જોઈ ને ઓળખી જાય,


લોફરને મૂઢ માર મારતા ગભરાઈ જાય,

પણ લોફરને પ્રેમીના દ્રશ્ય માન થાય,


ગભરાયેલો લોફર દોડતો થઈ જાય,

પ્રેમિકા હીબકે હીબકે રડી પડી જાય,


રડતા રડતા પ્રેમિકા પ્રેમી સાથે મિલન કરવા જાય,

જોતજોતામાં બંને પ્રેમીઓ હવામાં ઓગળી જાય,


કોણ કહે પ્રેમ જીવતેજીવ હારી ગયો ગણાય !

મર્યા પછી પણ.....

બે પ્રેમીઓના પ્રેમની જીત થઈ જાય.


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ

More gujarati poem from Kaushik Dave

રાણી

રાણી

1 min വായിക്കുക

સપના

સપના

1 min വായിക്കുക

નદી

નદી

1 min വായിക്കുക

Similar gujarati poem from Romance