STORYMIRROR

'Sagar' Ramolia

Crime Drama Inspirational

3  

'Sagar' Ramolia

Crime Drama Inspirational

કનૈયાની રાહ જોઉં છું (ગઝલ)

કનૈયાની રાહ જોઉં છું (ગઝલ)

1 min
27.6K


કનૈયાની રાહ જોઉં છું (ગઝલ)

લગાગાગાx4


કનૈયાને હવે તો આવવાની રાહ જોઉં છું,

ને ભ્રષ્ટાચારનો રિપુ મારવાની રાહ જોઉં છું,


ભરાયા આજ ખૂણેખાંચરે ઝાઝાં અહીં કંસો,

સુદર્શનને ચલાવી કાઢવાની રાહ જોઉં છું,


સમયની ચાળણીને એ હવે એવી ચલાવી દે,

ખરા-ખોટા તો અલગ પાડવાની રાહ જોઉં છું,


કમાડો ગંદકીનાં રોજ ખૂલે છે અહીં ઝાઝાં,

હવાનાં ઝાટકાથી વાસવાની રાહ જોઉં છું.


ભલે વેળા ન હો' 'સાગર' અહીં જો આવવા તેની,

છતાંયે તેમને હું પામવાની રાહ જોઉં છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Crime