STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Tragedy Crime

3  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Tragedy Crime

અક્ષર દેહ

અક્ષર દેહ

1 min
205

ખાંડાની ધારનો ખોંખારો હૃદયે સમી ગયો,

અતુલ્ય એક રાજવી શબ્દ દેહે સમી ગયો,


મહેલોની જાહોજલાલીની ભેંકારતામાં કાંગરે મઢાઈ ગયો,

તલવારનો ધણી લાગણીની વેરાનતામાં ભાવે ભરાઈ ગયો,


શબ્દે થઈ વાચા કેકારવે ગૂંથાઈ ગયો,

સિંહાસને નહીં શબ્દ દેહે રંગાઈ ગયો,


ચોતરફ યાદી મહાલતો વેરાન રહી ગયો,

ભાવના રંગાઈ કલાપી કેકારવ રહી ગયો,


ગ્રામ માતા કેરી ભાવનાએ પીગળી ગયો,

કલાપી કેરો અક્ષર દેહ અમર થઈ ગયો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy