STORYMIRROR

Aniruddhsinh Zala

Abstract Action Crime

3  

Aniruddhsinh Zala

Abstract Action Crime

નવલાં નોરતા

નવલાં નોરતા

1 min
130

હે. જી.. 

નવલાં નોરતાના નવ દિવસ, છઠ્ઠા નોરતે મા કાત્યાયની પૂજાય 

અખંડ જ્યોતું મા જગમાં તારી જલે, કરુણા કેરો નહીં પાર,


જો ને. 

વિશ્વ આખું તુજને નમે, જામ્યો સકલ બ્રહ્માંડમાં ગરબા રાસ 

સૂર્ય ફરતાં નવ ગ્રહો ઘૂમે, અને બ્રહ્માંડ આખું ઘૂમે શક્તિની ફરતે રાસ,


હે..જી.. 

ચાચર ચોકે રુડી શોભા મા શક્તિની મુખથી એ ન વર્ણવાય,

જગની માતા આજે હેત ધરી સહુ સહિયરો સાથે રમે છે રાસ,


હે જી.. 

દુઃખભંજની તું દેવી દયાળુ અસુર સંહારક એવી મહાકાળી માત,

તારા પગલે માડી કંકુ ખરે, તવ આશિષ મળે તો થાય બેડો પાર,


હે જી.. 

ગરબો ગુંજે નવખંડમાં, આમ અંતરે ગુંજે તવ ભક્તિ કેરો નાદ,

હે મારી અમી નજર નજર્યું રાખજો, રમતા સહુ ભક્તો ભાવે નવરાત્ર.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract