કાળાબજાર
કાળાબજાર
હા, બંગલો છે, ગાડી છે,
સમૃદ્ધ છું, ધનવાન છું,
નથી કોઈ મહેનત મારી,
બસ, કાળાબજારને જાણું છું,
ધનવાન કોઈ બને કઈ રીતે ?
નથી સાફ કોઈ નેકીનો રસ્તો,
આ તો બન્યો ગોરખધંધાનો રસ્તો,
નથી નજર સાફ અહીં,
પૈસા પણ દેખાય કાળા અહીં,
ખેલ્યો છે જુગાર મેં જીવનમાં,
જ્યાં હાથ નાખું ત્યાંથી આવે પૈસા,
ઘણી જોઈ ગરીબી જીવનમાં,
ભીખ માંગી પૈસાની તંગીમાં,
ન મળ્યું કોઈ કામ સારું,
બની બેઠો કાળાબજારીઓ,
ડગલે ને પગલે મોત ભમે,
તો પણ રમે પૈસાને ઢગલે,
નથી ગમતી સૌને રીત મારી,
બનું સૌના નજરમાં અળખામણો.
