Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rekha Kachoriya

Tragedy Crime Thriller

3  

Rekha Kachoriya

Tragedy Crime Thriller

ચિત્કાર

ચિત્કાર

1 min
67

કરી ઊઠ્યું મન,

આજ ફરી ચિત્કાર

ચમક્યા ફરીથી 

એ જ સમાચાર

નિર્દોષ બાળા થઈ

વાસનાનો શિકાર !

કેવી આ વિકૃતિ ?

આ જ છે ભારતીય સંસ્કૃતિ !

ના કોઈ લાજ-શરમ

ના ઈશ્વરનો ડર !

શા માટે ?

કુમળાં મન ને તન

રોજ-રોજ પીંખાય છે !

હવે,થશે ફરીથી

કેન્ડલ માર્ચ,

માણસાઈ આવશે,

જગમાં બહાર

ન્યાયનો થશે પોકાર

પણ,

એ કુમળો છોડ

સજીવન થાશે ?

ઘાયલ આત્મા

શાંત થાશે ?

વાંક શું એનો ?

ન ઓળંગી 

લક્ષ્મણરેખા

ન તોડ્યાં એણે,

સમાજનાં નિયમો

તોયે ભરખી ગયો

દાનવ એને,

બળાત્કારનો !

ઓ, સમાજના ઠેકેદારો

કોઈ તો ઉત્તર આપો !

ક્યાં ખખડાવવો,

ન્યાયનો દરવાજો !

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy