STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy

3  

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy

તારા વિરહમાં

તારા વિરહમાં

1 min
178

નથી હું ભૂલ્યો વાલમ તુજને,

તારા ચાલ્યા ગયા બાદ,

દિલ મારૂં ઝંખે હરપળ તુજને,

તારા ચાલ્યા ગયા બાદ.


દર્દ દીવાનો બન્યો છું વિરહથી,

અશ્રુ વહી રહ્યાં છે આજ,

દિલથી પોકારી રહ્યો છું તુજને,

તારા ચાલ્યા ગયા બાદ.


કસૂર મારી કબૂલ હું કરૂં છું,

તડપી રહ્યો છુ હું દિન રાત,

શોધી રહ્યો છું ગલીયોંમાં તુજને,

તારા ચાલ્યા ગયા બાદ.


ભટકી રહ્યો છું નગરની સડકો પર,

તારા મિલનની છે મનમાં આશ,

"મુરલી" ઝંખી રહ્યો છું તૂજને,

તારા ચાલ્યા ગયા બાદ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance