STORYMIRROR

Mulraj Kapoor

Tragedy Others

3  

Mulraj Kapoor

Tragedy Others

સહજ હાસ્ય

સહજ હાસ્ય

1 min
181

ખાન પાન અને હવા પાણી,

તેની માંગ લીટરમાં દેખાણી, 


શુદ્ધતાની વાતો તો સૌ કરે છે, 

જિંદગી અંતે મીટરમાં ખપે છે,


પ્રદુષણ તો વધતું જ જાય છે,

કારણ એનું ક્યાં સમજાય છે,


આજ કાલ જટીલતા વધી છે,

તેમાં લોકોની ખુશીઓ ઘટી છે,

 

સહજ હાસ્ય પણ ક્યાં દેખાય છે,

પરિસ્થિતિમાં માણસ પીડાય છે, 


હસવાનો ખોટો પ્રયાસ થાય છે,

પણ આંખો ચાડી ખાઈ જાય છે,


કાંઈ તો દરદ અંદર ઘૂંટાય છે,

જે ન સહેવાય કે ન કે'વાય છે,


હસવાના ક્લાસ પણ ભરાય છે,

તેથી થોડી રાહત અનુભવાય છે, 


હસાવવા માટે કોમેડી શો ચાલતા, 

હસાવા કેવી કેવી હરકતો એ કરતાં,


તેનાએ હાસ્ય જે સર્જાતું 

પણ સહજ તો નથી જ હોતું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy