નજર
નજર
તમારી નજર બગાડો ના કદી
નજર બગડી તો બગડે જિંદગી,
પારકી અમાનત પર બુરી નજર ન નાખવી
ખુદની અમાનત ને પણ સાચવીને રાખવી,
ભલે હોય એ લાખોની બરકરાર રાખવી
જોખમાય એની જિંદગી તો બતાવજો જિંદગી,
રૂપ મળ્યું છે જેને એના કર્મથી મળ્યું છે
એ રૂપ પર કોઈ ન કરી શકે દાવે જારી,
સસ્નેહે આવે તો સ્નેહથી સ્વિકારજો
બરબાદ ન કરશો કદી બનીને કાતિલ,
દુઆ મેળવજો કોઈની, જિંદગી આપીને
બદદુઆથી ના બગાડશો તમારી જિંદગી,
મદદ કરીને કોઈની જિંદગી સંવારજો
સદબુદ્ધિ મળે સૌને એવી ખુદાને કરજો બંદગી.
