STORYMIRROR

Bhavna Bhatt

Tragedy Others

3  

Bhavna Bhatt

Tragedy Others

કન્યાવિદાય

કન્યાવિદાય

1 min
141

આજે લાડલી 

દીકરીનાં લગ્નનો પ્રસંગ છે 

આંખોનું રતન

લાગણીઓનું વળગણ,

આજે પરણીને સાસરે જશે

કન્યા વિદાય થવાની છે,

એ સમયે અડીખમ કેમ રહેવાશે ?


દીકરી ભાવનાનું દર્પણ છે.

સેવાનું સમર્પણ કરતી,

એ લાડલીની  

કન્યાહૈયું દ્રવી જાય છે,

એવી અદ્ભુત ઈશની રચના છે,


 ઉપરથી કઠોરતા બતાવી,

જરૂર લાગે ત્યારે વઢતી

જરૂર પડે બેટી મા બનતી,

હસતા મુખે ત્યાગ કરતી,

એવું મહાન વ્યક્તિત્વ દીકરીનું છે,


લાડલી એટલે બેટી

સદાય હસતું મોઢું રાખે

એ ચહેરાને વિદાય આપી

કલેજું કોતરાઈ જાય છે,

આ કન્યા વિદાયનો રિવાજ

અશ્રુઓથી ભીંજવી દે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy