STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy

3  

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy

મિલનની યાદ

મિલનની યાદ

1 min
202

સુંદર હેમંતની મોસમ આવી,

ગુલાબી ગુલાબી ઠંડીને લાવી,

સરરર લહેરાતા સમિરના સંગે,

તારા મધુર મિલનની ચાદ આવી,


પૂનમની ખીલેલ શીતળ ચાંદનીમાં,

રઢિયાળી રાતની જમાવટ લાવી,

દૂર પપિહાના પિયુ પિયુ નાદથી,

તારા મધુર મિલનની યાદ આવી,


ગણ ગણ કરતાં ભ્રમરના ગીતમાં,

પ્રેમના પુષ્પોની મધુર મહેક લાવી,

મન માંહી થનગનતા મયૂરની સંગે,

તારા મધુર મિલનની યાદ આવી,


અફસોસ છે મુજને વાલમ મારી,

તું કેમ રિસાઈને મુજથી દૂર ચાલી ?

હરપળ વાટ તારી જોઉં છું "મુરલી",

તારા મધુર મિલનની યાદ આવી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance