STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy Others

3  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy Others

પહેલા જેવો ક્યાં પરિવાર છે

પહેલા જેવો ક્યાં પરિવાર છે

1 min
157

હવે ક્યાં પહેલા જેવો પરિવાર છે,

હવે ક્યાં કાકા કાકી દાદા દાદીનો પરિવાર છે !

હવે તો અમે બે અને અમારા બે એજ પરિવાર છે,

દિવાળી, ઈદ કે જન્માષ્ટમી ક્યાં સાથે મનાવાય છે,

હવે તો તહેવારો હોટલોમાં ઉજવાય છે,


હવે તો બિઝનેસ માટે કાકા, દાદાની ક્યાં સલાહ લેવાય છે,

હવે તો બિઝનેસ સેમિનારમાં જ કોયડા ઉકેલાય છે,

હવે તો કોઈના સુખ દુઃખમાં ક્યાં સાથ અપાય છે,

હવે તો છેટેથી સલામ કરાય છે,

હવે રિસાઈ તો ક્યાં કોઈને મનાવાય છે,

તું તારા રસ્તે હું મારા રસ્તે એવી ભાવના રખાય છે,


ભાઈ ભાઈને બોલવાનો વ્યવહાર નથી,

સાથે ઉજવાતો કોઈ તહેવાર નથી,

માતપિતાનું જીવનમાં કોઈ સ્થાન નથી,

એટલેજ આજે માનવીનો કોઈ ઉત્થાન નથી,


આજે પહેલા જેવો કોઈ કુટુંબ ભાવ નથી,

એટલેજ આજે માનવીનો કોઈ પ્રભાવ નથી,

માતપિતા માટે કોઈ ઈજ્જત નથી,

એટલે જ કોઈના જીવનમાં આજે લિજ્જત નથી,


પરસ્પર સહકારની કોઈ ભાવના નથી,

એટલે જ સુખી થવાની કોઈ સંભાવના નથી,

આજે કુટુંબની મજબૂત નથી ડોર,

એટલે જ બની ગઈ માનવીની શક્તિ કમજોર,

આજે પરિવાર નથી સાથે,

એટલે જ તકલીફો છે સંગાથે,


આજે માનવી ખોઈ બેઠો પરિવારની આંખો,

ક્યાંથી મળે એને પ્રગતિની પાંખો !

એટલે જ ડિપ્રેશનમાં ખોવાયો આખે આખો.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy