સુપરમેન
સુપરમેન
સુપરમેન કોઈએ જોયો નથી,
સામાન્ય માણસનું જીવન કંઈ કમ નથી,
રોજ બરોજની પળોજણ કમ નથી,
એ જીવન જીવતો સુપરમેનથી કમ નથી,
જાતિ પાતિની જંજાળ આછી નથી,
માણસ માણસ વચ્ચે ખાઈ ઓછી નથી,
આ ભરમ વચ્ચે જીવતો સુપરમેન નથી ?
સામાન્ય માણસ સમસ્યા ઓછી નથી,
મોંઘવારી ને ભ્રષ્ટાચાર શું લાચારી નથી ?
આ વચ્ચે જીવતો સુપરમેનથી કમ નથી,
સામાન્ય માણસ પીડા હર પળની કમ નથી,
સુપરમેનને સામાન્ય માણસ થવું સહેલું નથી.
