STORYMIRROR

Bhavna Bhatt

Crime Others

4  

Bhavna Bhatt

Crime Others

ગ્રીષ્મા

ગ્રીષ્મા

1 min
302

આપણાં બધાંની લોકલાડીલી ગ્રીષ્મા,

હત્યારા એ છીનવી આપણી ગ્રીષ્મા.


સૌ માબાપની ઈચ્છા સલામત રહે બેટી

એ ચમત્કાર સૌની એકતાથી બચે બેટી


મગજ ઠંડું અને બુદ્ધિમત્તા પ્રખર રાખો,

કદી ડરીને ના ચાલો સદા હિમ્મત રાખો.


ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ બની રહો,

જાતે ન્યાય કરો ને નિર્ભય બની રહો.


પ્રખર તેજ નજર અને સ્ફૂર્તિથી જીવો,

આત્મવિશ્વાસ રાખીને મોજથી જીવો.


દુષ કૃત્ય કર્તાને ચૌરે ચૌટે સજા આપો,

બીજાની બેટીને પણ રક્ષા કવચ આપો.


મા બેટીની ઈજ્જત ના રખેવાળ બનો,

ભાવના સભર નારે હવે જાગૃત બનો.


Rate this content
Log in

Similar gujarati poem from Crime