STORYMIRROR

Minaxi Rathod "ઝીલ"

Tragedy Crime Inspirational

4  

Minaxi Rathod "ઝીલ"

Tragedy Crime Inspirational

હું સવાલ ઊઠાવું એ

હું સવાલ ઊઠાવું એ

1 min
234

ત્યારે પણ ન'તું ગમતું આજે પણ નથી ગમતું,

એને હું સવાલ ઊઠાવું આજે પણ નથી ગમતું,


શતરંજ એની, પાસા એના ને જીત પણ એની,

હું શબ્દોના પાસા ફેંકું,આજે પણ નથી ગમતું,


સ્વીકારી લેવું ને હારવું સ્ત્રીના સ્વભાવમાં નથી,      

હું કોઈ પ્રત્યુતર આપું, આજે પણ નથી ગમતું,


આ ઋજુ સંવેદનોનું અંદર જીવવું સળવળવું,

અસ્તિત્વનું હચમચવું આજે પણ નથી ગમતું,


સ્વયં સાથે મિત્રતા કરું ને સ્વયંની જ શત્રુ બનું,

સ્વયંનું પીડા ભોગવવું આજે પણ નથી ગમતું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy