STORYMIRROR

Prahladbhai Prajapati

Crime Classics

3  

Prahladbhai Prajapati

Crime Classics

કારણ વગરનું રાજ કારણ

કારણ વગરનું રાજ કારણ

1 min
26.7K


કારણ વગરનું રાજ કારણ સત્તાનું શારણ,    

વિધિ વગરના શબ્દે કરે રાજનું વસ્ત્રાહરણ.


ટોળાં ટોળી સભા સરગસે આરોહણ,        

વ્યક્તિ વાચા વદને વચનોનું અભિયારણ.

    

મૂડી મુદ્દલે શબ્દ ભંડોળે પાયાનું પુરાણ, 

સભા સરગસ ટોળે પેઢી ચણતરે ચડાણ.


મુક્ત મંચે પારકી પંચાતે સભાનું બંધારણ,

કલ્યાણ કારી શબ્દે પીરસે ભૈ અભિભાષણ.


સદા રહે વિપક્ષી વાદવિવાદે આચરણ,       

બુદ્ધિ જીવીને બાંધે નીતિ નિયમે રૈ અજાણ.


કારણ વગરના રાજકારણે મેળવે જનાધાર,

રાજવી પાવર સંપત્તિ ખૈ મેવા સેવે કારભાર.


Rate this content
Log in

Similar gujarati poem from Crime