STORYMIRROR

Gopal Dhakan

Crime Thriller Tragedy

4  

Gopal Dhakan

Crime Thriller Tragedy

ન જન્મેલ દીકરીનું ગીત

ન જન્મેલ દીકરીનું ગીત

1 min
620


મને માતાની કૂખ નવ સાંપડી રે લોલ,

નથી જનમી બાપુની ચાખડી રે લોલ.


હવે રહ રહ રૂએ છે મારી આંખડી રે લોલ,

કોણ કરશે બાપુની ચાકરી રે લોલ.


મારી બળતી રહે છે બહું આંતડી રે લોલ,

સુની રહશે વિરાની રાખડી રે લોલ.


મને જીવતરના કોડ ઘણી ભાત ના રે લોલ,

ગણ્યા શીદ અમને ભારા સાંપના રે લોલ.


હવે આંગણિયા ઘર ના સાવ સુના થયા રે લોલ,

દીકરી વિણ કોરા પણ ઘુના થયાં રે લોલ.


કોઈ જઈને વાત કેજો મારી માવડી ને લોલ,

હડસેલી દીકરી શીદ આવડીને લોલ.


હું તો ટાઢું ખાઈ ને પણ પડી રે' તી રે લોલ,

દીકરીને દીકરો તું ગણી લેતી રે લોલ.


Rate this content
Log in

Similar gujarati poem from Crime