બીડેલાં હોઠ
બીડેલાં હોઠ
સીવેલાં, બીડેલાં હોઠ છે બોલાતું નથી,
વાચા મોઘમ રહી પણ સહેવાતું નથી,
સાસરીમાં જોરથી બોલવાની મનાઈ છે,
એટલે મન ખોલી જોરથી રડાતું નથી,
'હા' હોય કે 'ના' જવાબદારી પૂરી કરે,
નસીબને એમ દોષ દેવા કૈ જવાતું નથી,
જિંદગી જીવીએ' બસ પ્રતીક્ષા કરીએ,
ઘુઘવતી ગુંગળામણ, પણ બોલાતું નથી,
મૌન હોય કે હોય પગમાં પહેરેલાં ઝાંઝર,
બધી બેડીઓ ખોલી કેમ જૈ શકાતું નથી ?
એક ઘર મળે સુંદર આંગણું ને છત મળે,
હાલ જોઈ દીવાલો દાંત કાઢે રહેવાતું નથી,
હવે બસ રહેવું, સહેવું, જીવવું ને ઝઝુમવું,
જે વહી ગયું ને ઝીલ એ પાછું લવાતું નથી.
